STORYMIRROR

Prahladbhai Prajapati

Tragedy Inspirational

3  

Prahladbhai Prajapati

Tragedy Inspirational

આપણી દુનિયાદારી

આપણી દુનિયાદારી

1 min
13.7K


આપણા વહેવાર સહવાસની સચ્ચાઈ તોલે,

થોડું આપી ઘણું પામવાની બેવફાઈ બોલે.

કલમોની લખાઈમાં અધૂરાં અરમાનની શાહીએ.

લાગણી આશ અશ્રુની નદીઓ સમાઈ કિતાબે.

દુનિયાદારી નફા તોટાના ધોરણે બેઠી બજારે,

સબંધો જોખાય લેવડ દેવડના તોળાઈ ત્રાજવે.

શોર બકોર અદકા ઇજહાર ચડયા સરખામણીએ,

મિલન મુલાકાતોની બાગ બગીચા જુદાઈ ભોગવે.

લાગણી આંસુઓના ગઠબંધને દુકાળ નડતો નથી,

સત્ય છુપાવી આપણે બહુરૂપીની ભવાઈ ભજવીએ.

નિખાલસ સ્વાર્થ દ્વેષ હિત રહિતની સૌ ઈચ્છાઓ.

નિજ તૃષ્ણાઓને હકમાં ખપાવી હયાતીને છળીએ.

સમય ચક્રના પરિજનો ક્ષણ રાત દિવસ વર્ષ યુગો,

નિસ્વાર્થ ભાવે બ્રહ્માંડની પરિક્રમાએ જાતને બાળે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy