STORYMIRROR

Rashmi Jagirdar

Inspirational Tragedy Romance

3  

Rashmi Jagirdar

Inspirational Tragedy Romance

તું આવે તો !

તું આવે તો !

1 min
13.9K


કેટલીય જોતા રહ્યા રાહ તારી, તું આવેતો !

ક્યારના તાકતા’તા વાટ તારી. તું આવે તો !

કઈ કેટલુંય સાંભળવું છે મારે ને,

એથીય વધુ તો કહેવું છે મારે. તું આવે તો !

ગજબની વાતો કરીને હસીએ ખરા,

પણ થોડુંક તો બસ રડવું છે મારે. તું આવે તો !

તને વ્હાલથી ભીંજવવાની સાથે,

મોકળાશથી મૌન સહેવું છે મારે. તું આવે તો !

સાથે સાથે રહેવા-ઝઘડવાની ઘટના,

એ રોજની મથામણથી છૂટવું છે મારે. તું આવે તો !

થોડો ઈગો તું છોડ જીદ હું છોડી દઉં,

બસ પ્રેમનાં પિયાલે ન્હાવું છે મારે. તું આવે તો!

તનથી છો સાથે, ખૂબ છેટા છીએ,

જે દિલમાં રે’તી એમાં ઝાંખવું છે મારે. તું આવે તો!

રોજ તું તો આવે પણ જુદો જણાય,

તારું મૂળ જે સ્વરૂપ તે પામવું છે મારે. તું આવે તો!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational