Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Rashmi Jagirdar

Others

3  

Rashmi Jagirdar

Others

રૂડો શ્રાવણ

રૂડો શ્રાવણ

1 min
6.8K


રૂડો શ્રાવણ માસ ભક્તિ ભર્યો રે ,
એમાં ભજનોનાં સુર સંભળાય રે.
રૂડો શ્રાવણ માસ ભક્તિ ભર્યો રે.
 
ઝીણા ઝરમર સરવરિયા સાંપડ્યા,
એની સેરે દલડાં સૌ ભીંજાય રે. --રૂડો...
અપવાસી ભક્તો મંદિરે ઉમટ્યાં,
મહા શમ્ભુ આરાધના થાય રે. --રૂડો...
 
દૂધ પાણીના અભિષેક ઝારીયાં,
લઘુરુદ્ર-મહારુદ્ર આરંભાય રે. -રૂડો..
કપૂર આરતી અનેરી થાય જ્યાં,
ગોળ-લાડુને ખીર ધરાવાય રે. --રૂડો..
બંધુ-ભગિની સૌ સ્નેહે સંભારતા,
 
મધુરાં રક્ષાબંધન ત્યાં થાય રે. --રૂડો.
વ્હાલા કાનાનો જન્મદિન આવતાં,
જગે જન્માષ્ઠ્મી ઊજવાય રે. -- રૂડો..
મંદિર-મંદિર શ્રદ્ધાળુઓ દોડતા,
 
વિવિધ હિંડોળા અદ્ભુત રચાય રે. --રૂડો..
સદ્યસ્નાતા વિરહિણી બને બાવરી,
કરી ઝંખના પીયુની રિબાય રે --રૂડો
શ્રાવણ સ્નેહ અને ભક્તિનું પ્રતિક રે,
 
એમાં હરીભક્તો અને હરીયે રીઝાય રે.રૂડો
શ્રાવણ માસ ભક્તિ ભર્યો રે.
 
 


Rate this content
Log in