STORYMIRROR

Rashmi Jagirdar

Inspirational

3  

Rashmi Jagirdar

Inspirational

એકવીસમી સદીમાં તું આઉટ ડેટેડ

એકવીસમી સદીમાં તું આઉટ ડેટેડ

2 mins
26.8K


આજે જાણ્યું કે,

તું કોણ છે મારા માટે.

શું સ્થાન છે તારું મારા દિલમાં.

તેં જાતને નિચોવી’તી, 

દિલથી મારા માટે.

સૌથી વહેલી ઉઠી,

તું સૌને સંભાળતી.

બાળક જન્મ્યાં તુજ થકી,

પણ એ મારાં કહેવાય.

ઘર ચાલે તુજ થકી,

પણ એ મારું કહેવાય.

તું કાળજાનો કટકો,

તું આંખ તણો તારો પિતાનો,

પણ પાછળ નામ મારું લગાડાય. 

ગુસ્સો જાય મારો,

વાંક પણ હોય મારો,

છતાં ગુનો તારો કહેવાય.

ઘણીવાર ભૂલ કરું હું,

પણ માફી માગે તું,

એવું ય બનતું હોય.

ને ઇગોથી ઇતરાતો રહું હું.

ક્યારેક પૂછું કરી પ્રેમ,

આવું બધું ચલાવે તું કેમ?

અરે! હું ને તમે તે કંઈ જુદા છીએ?

વાંક હોય તમારો,

એ તો મારો ય કહેવાય.

માફી માંગું હું,

એ તો તમારી ય કહેવાય.

આવી તારી ભોળી, પ્રેમાળ મૂર્તિ,

ધીમે ધીમે સમાઈ મારા દિલમાં.

હું હતો અણજાણ એ વાતથી.

ઘટનાઓ ઘણી ઘટતી ઘરમાં,

પણ તું કદીય ના રિસાઈ.

વાતવાતમાં વઢતો હું,

ને છતાંય મનાવતી તું.

ક્યારેક વળી પાછો પૂછતો,

કદીય ગુસ્સો ના આવ્યો તને?

લો, તમે ને હું તો છીએ એક,

છું હું અર્ધાંગના તમારી ને,

અડધી છે ભાગીદારી આપણી.

ને એ જ રીતનું વહેચ્યું છે કામ.

એમાં ગુસ્સાનું કામ તમે રાખ્યું,

ને માફીનું રાખ્યું છે મેં.

એવી ભાગીદારીમાં પડું વામણી,

એવી તે હોય તમારી વામા?

આમ સદા સર્વદા સમર્પિત રહી તું,

એકવીસમી સદીમાં તું આઉટ ડેટેડ,

પણ વીસમી સદીની સતી તું.

અહો! તારા એ ત્યાગ અને,

તારા એ તપ તણી દિવ્યતાને,

આજે સર્વથા સમર્પિત છું હું. 

પળ પળ મન ઝંખતું,

હર પળ વિચારતું,

તું હોત તો આમ કહેતી,

તું હોત તો આમ કરતી,

તું હોત તો કેવું હસતી,

તું હોત તો! તું હોત તો! તું હોત તો!

કિન્તુ, પરંતુ, તું તો હતી પરદેશમાં,

તારા આંખોના તારાનાં,

તારલિયા પાસે, 

એના આગમનને વધાવવા.

ને જોબનો માર્યો, રજાઓથી કંગાળ,

એવો હું હતો દેશમાં!

મારી અને તારી, 

વેરણ થયેલી ઊંઘ માટે,

હું ગાવા માંડું છું,

દુખિયનકી અખિયનકે નયનનમેં,

નીંદીયાં અજા રે આજા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational