STORYMIRROR

Bhavna Trivedi

Romance Tragedy

3  

Bhavna Trivedi

Romance Tragedy

યાદ છે

યાદ છે

1 min
13.4K


હાથમાં આપ્યો હતો હાથ યાદ છે,

સાથમાં લીધેલા સોગંધ યાદ છે.

દોરીથી બાંધેલી ગાંઠ શ્રદ્ધાની,

મંદિરે મુકેલી માનતા યાદ છે.

દિવસ ને રાત વીતતા જ્યાં સરખા,

અસહ્ય ક્ષણનો વિયોગ યાદ છે.

ના છોડતી ક્યારેય સાથ મારો,

લાગણીમાં ડૂબેલા શબ્દો યાદ છે.

પ્રણય શબ્દનો પ્રથમ રણકાર,

ધીમે કાનમાં કહેલો પ્રેમ યાદ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Bhavna Trivedi

Similar gujarati poem from Romance