મૌનની લિપિ
મૌનની લિપિ
1 min
1.4K
મૌનની લિપિ વેદનાને ઘૂંટે....
વાચાને સંગ સંબંધો છૂટે...
અહંને રંગ સંવેદના રૂઠે
છલથી કોઈ લાગણીને લૂંટે
ભીંતો ઉભી કરી માણસ તૂટે
જાત છેતરવા ગમે ત્યાં ઝુકે
ક્યાં મળે કોઈ સાચ્ચા રૂપે
મહોરાં જોઈ આયનોય તૂટે
નજીવી વાતમાં સંબંધો રૂઠે
કાચા માટલાની જેમ માણસો ફૂટે