STORYMIRROR

Hanif Sahil

Romance Tragedy

3  

Hanif Sahil

Romance Tragedy

નગર જો જે

નગર જો જે

1 min
14.5K


ખૂબ ઊંચેથી આ નગર જો જે

ક્યાંક એમાં છે મારું ઘર જોજે

તારી આંખોનો જાદુ જોયો છે

મારી ગઝલોની અસર તું જોજે

હું પવન જેમ આવી ચડવાનો

રાહ મારી તું હર પ્રહર જોજે

છે ફક્ત સ્થિર ને પથ્થર જેવી,

રિક્ત દ્રશ્યો અને નજર જોજે

ખૂબ ખેડ્યા'તા તારી સંગ પ્રવાસ

છેલ્લી આ શ્વાસની સફર જોજે

હું નહી હોઉં અને મારા વિના

વિશ્વ આખું સભર સભર જોજે

હાથમાં પુષ્પ ગુચ્છ લઈને ‘હનીફ’

જર્જરતી મારી તું કબર જોજે 


Rate this content
Log in

Similar gujarati poem from Romance