સુંદર ખ્વાબ
સુંદર ખ્વાબ
ભીના ભાવ ધરેલા મનની વિતે પળ પળ ભારી,
ચેન ઘડી ના લેવા દેતી નિસ દિન યાદો તારી.
કેવા સુંદર ખ્વાબ મજાના આંખે રમતા મારા,
જોને સારી રાત ગુજરતી રાતે ગણતા તારા,
એક તમારા સાથને કાજે આ હૈયું તમને હારી.
દેખું રોજ ઝલક તમારી નજરો ના પલકારે,
રોજ પ્રભાતે ફરતી આંખો
ફુલોના સથવારે
સુંદર રુપ સલોનું લઇને
મ્હેકી ઉપવન ક્યારી.
મનમાં જાગે અરમાં કેવા સત્સંગ તારો પામું,
તારી ચાહત પામી સાજન,
મુજ હસ્તી શણગારું;
તારા વિરહમાં થઇ દિવાની ભટકે હસ્તી મારી મારી.

