વરતાઈ આવે છે
વરતાઈ આવે છે
વ્યક્તિ વરતાઈ આવે છે,
વાતોમાં વિનય પરથી.
વ્હાલ વરતાઈ આવે છે,
નયનોનાં અમી પરથી.
ધીરજ વરતાઈ આવે છે,
જીભનાં અંકુશ પરથી.
દોસ્ત વરતાઈ આવે છે,
વેરીનાં વેર પરથી.
અને
નફરત વરતાઈ આવે છે,
આંખની કીકી પરથી.
