જરૂરી નથી કે દીવા પ્રગટાવો
જરૂરી નથી કે દીવા પ્રગટાવો
જરૂરી નથી કે દીવા પ્રગટાવો,
બસ હસીને એક બીજા સાથે બોલી લેજો.
જરૂરી નથી કે તોરણ લગાડો,
બસ હસીને સાથે બેસી જમી લેજો.
જરૂરી નથી કે રંગોળી પૂરો,
બસ એક બીજાને પ્રેમ આપી દેજો.
જરૂરી નથી કે લક્ષ્મી પૂજન કરો,
બસ બહેન, દીકરી, વહુને રાજી કરી દેજો.
જરૂરી નથી કે ફટાકડા ફોડો,
બસ વડીલોને પ્રેમ અને માન આપી દેજો.
દિવાળી દેખાડો નથી,
દિવાળી છે દિલથી સંબધોને સાચવવાના દિવસો.
દિવાળી છે પ્રેમથી એક બીજાને પોતાના કરી લેવાના દિવસો.
દિવાળી છે ગરીબોના ચહેરા પર મુસ્કાન લાવવાના દિવસો
અને
દિવાળી છે ઘરમાં હસતા મોઢે રહી ખુશીને આમત્રણ આપવાના દિવસો.