Nayan Nimbark

Tragedy

3  

Nayan Nimbark

Tragedy

વાત અધૂરા પ્યારની

વાત અધૂરા પ્યારની

1 min
6.7K


જિંદગી આવી જિવાતી રહી ન જાણે ક્યારની;

શું આવશે કોઇ દિ' સવાર આ અંધકારની?

કે પછી ખુટી જાશે શ્વાસો, ખ્વાબોની જેમ;

ને રહી જાશે ફક્ત કેટલીક બુંદો અશ્રુધારની!!

વાંચતા તમને લાગશે કદાચ જાણીતા શબ્દો;

કહાની હર શબ્દોમાં છે કોઇ અધૂરા પ્યારની!!

ને થોડી રહી, એવી વિતી ગઇ ઝાઝી પળો;

ન જાણે ક્યારે ખૂટશે લાલીમાઓ સવારની!!

અસ્તિત્વ પૂર્ણ ઓગાળીને ભરી રાખ્યું છે મેં;

એટલે બુંદ ટપકતી નથી સુધ્ધા વિચારની!!

ભલે વેચાતાં હોય લાગણીભીનાં કોઇ હ્યદયો;

કોને પડી છે અહીં આ દુનિયાનાં બઝારની !!

જંગ ખુદની સાથે થઇ રહ્યો છે, એને ભૂલવા;

છેલ્લી ક્ષણ સુધી ચાલશે લડાઇ આરપારની !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy