મારી ખુમારી
મારી ખુમારી
જિંદગીના ઝખમો પછીએ ટકી રહેશે ખુમારી જેવું;
હર શ્વાસોનું જીવન છે, બસ મોતની જ તૈયારી જેવું !!
સૂકા કિનારે ઉભો વિચારી રહ્યો છું આ રણના;
કોણ છીનવી ગયું પાણી દરિયાનું લાચારી જેવું !!
વરસી રહ્યા છે જાણે અગન ગોળાઓ ચારેઅોરથી;
ને તો પણ જીવું છું જીવન એક સંસારી જેવું !!
રુદન ક્યાં સુધી આવશે તારી આંખોમાંથી ઓ ઇન્સાન;
તારી આંખોને ન લાગવા દે સાવ આમ બિચારી જેવું !!
આકાશમાં આ વાદળ જેવું કાંઈક બંધાઈ રહ્યું છે, જોયું?
આગ ખૂટી ગઈ છે એ ધુમાડાની, હવે બચ્યું છે ચિંગારી જેવું !!
કોઈની હકીકતો એ કોઈના સપનાં છે, અચંબો છે !
નસીબે સામું જોયું, હસ્યું, ને કર્યું આંખ મિંચકારી જેવું !!