Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nayan Nimbark

Inspirational

2.6  

Nayan Nimbark

Inspirational

હજુ જીવે છે!!

હજુ જીવે છે!!

1 min
7.2K


પાંદડે પાંદડે ઉગીને ઝાડ ઉભું થઈ રહ્યું છે;

હર ખીલતી પાંદડીઓમાં યૌવન મલકી રહ્યું છે!!

જેમ જેમ ખીલતી ગઈ વસંત આખાય ઉપવનમાં;

આળસ મરડતું જીવન ઝાડમાં મહેંકી રહ્યું છે!

લ્યો! આવી રહ્યા છે પંખીડાઓ તરણાં લઈને;

માળામાં એમ ઘર કેવું કોઈનું બંધાઈ રહ્યું છે!!

એ ઢળતી સાંજે પણ મેળાવડો ઉમટી ગયો ત્યાં;

વધી રહ્યો છે કલબલાટ, ને જીવન સ્પંદી રહ્યું છે!!

પોષાઈ રહ્યું છે જીવન કણ-કણનાં ચણથી;

આવતીકાલનું સપનું હરપળે આકાર લઈ રહ્યું છે!!

ગડગડાટ પણ આવી જાય છે ભીંજવવા માટે;

આખુંય ઝાડ તરબતર થઈ તરોતાજા બની રહ્યું છે!!

પાણીની હર બુંદે સીંચ્યું છે એને નવજીવન;

નસેનસમાં જાણે નવું રક્ત હવે ધબકી રહ્યું છે!!

ત્યાં આ ઠંડોગાર પવન પણ જો ને વા-વા લાગ્યો;

ને આ શું? પાંદડાઓનું જીવન મરી રહ્યું છે!!

થઈને પીળું કેમ આમ બટકી જાતું હશે એ;

હજી થોડાંક 'દિ થી જ તો ઝાડમાં ઉછરી રહ્યું છે!!

આવા કાંઈ કેટલાંય પાંદડાઓને જન્મ દીધાં છે;

ને પાંદડાંઓના મોતનેય સતત જોઈ રહ્યું છે!!

એક ઝાડ છે લાગણીઓનું, જ્યાં ઈચ્છારુપી પાંદડાઓ છે;

ને પાંદડાંઓ તૂટે ત્યારે, એ ઝાડ આખું બટકાઈ રહ્યું છે!!

ને એમ બટકતું-બટકતું, અટકતું-અટકતું હજુ જીવે છે;

લાગણીઓ સુકાઈ જાય ત્યાં ઈચ્છારુપે ફરી કાંઈક ફૂટી રહ્યું છે!!


Rate this content
Log in