તમારી સિવાય
તમારી સિવાય
તમારી સિવાય આંખોમાં કોઈ વસ્તુ નથી,
મન હ્રદયમાંથી તમારું નામ હવે ખસતું નથી.
એકલી ભટકવું છું ચારે તરફના વેરાણ રણમાં,
તમારી સિવાય આંખોમાં અશ્રુ કોઈ લૂછતું નથી.
વેદના ઘણી બધી છે હ્રદયની શું કહું;
તમારી સિવાય પોતાનું ગણી કોઈ પૂછતું નથી.
જ્યારે નિહાળું છું તમને બંધ આંખોથી,
તમારી સિવાય અંતરના અરીસામાં કોઈ ભમતું નથી.
જ્યારે પણ ઘેરાઈ જાઉં છું વિચારોના વાદળોમાં,
તમારી સિવાય કોઈનું સ્મરણે મને ગમતું નથી.
