STORYMIRROR

Manisha Mirani

Abstract Tragedy Others

2  

Manisha Mirani

Abstract Tragedy Others

આવજો

આવજો

2 mins
3.0K


મારા મોતની ખબર મળે તો, એકવાર જરૂરથી આવજો.

સાચા નહીં તો ખોટાં પણ બે આંસુ વહેવડાવજો..

એકવાર દિલથી યાદ કરશો, તો મહેરબાની થશે, 

પછી ભલે એ અરમાન નદીમાં પધરાવજો..

કેવી હસીન ઘડી હશે જ્યારે તમારું આગમન થશે! 

મારી આંખો પર ઝાકળ જામ્યાં હશે, એને પ્રેમથી લુછાવજો..

છેલ્લી ઘડીએ મિલન થશે, મારી ખુશીનો પાર નહીં હોય..

મનથી આપીશ અભિનંદન આપને, એને પ્રેમથી સ્વીકારજો.

છેલ્લી ઘડીએ વાટ જોઈશ તમારા આવવાનાં એ પળની,

છતાંય જો નીકળી જવાય તો એક પ્રેમનો દિલાસો આપજો.

આંખો મારી બંધ થઈ હશે, પણ પ્રેમથી આંખો નીરખશે તમને

એકવાર નજરથી નજર મળવા દેજો, એ નજરોને ન નમાવજો!

આ જન્મમાં ન મળ્યા પરવાહ નથી, 

આવીશ હું ફરી એકવાર ધરતી પર.. 

પણ, એ જન્મમાં આ કહાની ફરીથી ના દોહરાવજો. 

મારા મોતની ખબર મળે તો, એકવાર જરૂરથી આવશો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract