STORYMIRROR

Manisha Mirani

Others

4  

Manisha Mirani

Others

જીવન જીવી જવાના

જીવન જીવી જવાના

1 min
28K


જીવન મળ્યું છે મોંઘુ, જીવન જીવી જવાના

દુર્ગમ પહાડો વચ્ચે, રસ્તો કરી જવાના

સાહસ ગમે છે અમને, સાહસ કરી જવાના

લાખો હશે હિમાલય, અમે સર કરી જવાના

હસતા જીવાય એવું, અમે જીવી જવાના

નૌકા વગર સરિતા, સુખે તરી જવાના 

લાખો પડે મુસીબત, અમે ઝીલી જવાના

વટથી કહું છું રણમાં, અમે ખીલી જવાના

જીવનની રણભુમિમાં, અમે લડી જવાના

દિલ થઈ કહું છું મિત્રો, શત્રુ ઢળી જવાના

હરીફોનાં વૃંદ વચ્ચે જુદા તરી જવાના

ટક્કરમાં એ અમારી, નક્કી મરી જવાના

સત્ય છે એ સનાતન, અહીંથી જરૂર જવાના

લાંખો હ્ર્દયમાં સહેજ, અમે ઘર કરી જવાના.


Rate this content
Log in