ના ન પાડશો
ના ન પાડશો
1 min
26K
કાજળ બની આપની આંખે રહેવા માંગુ છું
કનક બની તારા શરીરે સજવા માંગુ છું
વસ્ત્ર બની તારો શણગાર બનું હું
ઝાંઝર બની પગનો રણકાર માંગુ છું
આપનાં રૂપમાં ઘાયલ છીએ વર્ષોથી
આપના મંજિલથી રાહ બનવા માંગુ છું
આપના સેથીનો સિંદુર બનું હું
આપના હાથનો છમકાર બનવા માંગુ છું
માંગી લ્યો સર્વસ્વ આજે હસતા હસતા
સર્વસ્વ તો છે તમારૂ
કહે છે મનીષા
ના ન પાડશો, ફક્ત એક આશ અમારી
કે તારા નામ પાછળ, મારુ નામ લખવા માંગુ છું
