STORYMIRROR

Nayan Nimbark

Tragedy

3  

Nayan Nimbark

Tragedy

સાવ એક પળ

સાવ એક પળ

1 min
13.4K


સાવ હારી થાકીનેય હજુ જીવવાનું બળ છે;

ધીરો લાગણીનો પ્રવાહ તોય અવિચળ છે!!

વરસે છે મૃગજળ, પ્યાસાની આંખોથી;

એને ખોબે જિલવાની આશ પ્રબળ છે!!

છલકે છે આશાઓ પાળ બધી તોડીને;

શ્વાસોનું જીવન તોય સાવ એક પળ છે!!

ભડકે બળેે છે ઉભું યાદોનું જંગલ લીલું;

સ્મરણમાં રહ્યું હવે સાવ સૂકું ખળ છે!!

સુગંધ વેરાય ભીની ગુલાબની હાથોથી આ;

ને લાલ ટશિયાનું ફૂટવુંય કેવું અકળ છે!!


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati poem from Tragedy