STORYMIRROR

Pushpa Maheta

Inspirational Tragedy

3  

Pushpa Maheta

Inspirational Tragedy

જાય છે

જાય છે

1 min
13.8K


પુષ્પની કુમાશ ઢળતી જાય છે,

રાત આમ જ રોજ ગળતી જાય છે.

બારણે આવી ટપાલી સાદ દે,

આગમનની આશ ફળતી જાય છે.

તું ગણે છે પત્ર નહીંતર આમ તો,

યાદ તારી બસ આમ ઉછળતી જાય છે

જો પસીનો અંગ પરથી ઉતર્યો!

ચાંદની માથેથી ઢળતી જાય છે.

આંગણે પગલાં પડ્યા છે ત્યારથી,

શ્વાસમાં સુગંધ ભળતી જાય છે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational