તારા સરનામે દોડતી આવી
તારા સરનામે દોડતી આવી
તારા સરનામે હું દોડી આવી,
સ્વજનો મારા છોડી આવી,
તારા શ્વાસમાં હું શ્વાસ બની ભળી ગઈ,
મારું પોતાનું અસ્તિત્વ છોડી તારામાં હું ભળી ગઈ,
તારા ભરોસે મૂકી આ મારી જીવન નાવ,
મારું બધું તારા નામે કરતી ગઈ,
રાખજે તું સંબંધોની લાજ,
મારા એક અવાજે દોડી આવજે તું મારે કાજ,
હાથમાં તારા નામની મહેંદી હું મૂકતી આવી,
તારા કાજે સૌને હું છોડતી આવી,
તારા પાસે હું દોડતી આવી,
હૈયાથી હૈયાને જોડતી આવી,
મારા અરમાનોને તોડતી આવી,
મારા સપનાઓને માળિયે હું છોડતી આવી,
બસ રાખજે તું સંબંધોમાં વિશ્વાસ,
રાખજે તું મારા પ્રેમમાં વિશ્વાસ,
હું તો પ્રેમની મૂરત, બની તારા કાજે,
તારા સરનામે દોડતી આવી,
મારા અંગતને હું છોડતી આવી,
મારા અરમાનોને ફુગ્ગાની જેમ ફોડતી આવી.

