સપનું યાદગાર બની જાતું
સપનું યાદગાર બની જાતું
બંધ આંખોમાં એક સપનું સચવાયું
પાંપણોની વચ્ચે એને સ્થાન અપાયું,
દિલની ધડકનમાં જેનું નામ કંડાર્યું
સપનામાં એવું એનું નામ છવાયું,
આંખોમાં વસેલી તસવીર સજાવું
સપનામાં એ જ તસવીર ને મઢાવું,
મનમાં તારી વાતોનું વમળ આવ્યું
સપનામાં એ વાતોની કવિતા બનાવું,
દિવસમાં તારી યાદોનું તોફાન સર્જાયું
સપનામાં તારી યાદોનું સગપણ કરાયું,
તારા મારા મેળાપ માટે દિલ હરખાયું
સપનામાં હસ્ત મેળાપ કરવા ચાલ્યું,
હકીકતમાં મારું તારામાં સમાવવું
સપનામાં પણ હવે તારું છવાવવું,
આંખો ખૂલતાં જ તારું સામે આવવું
સપનું મારું હવે યાદગાર બની જાતું !

