પપ્પાની લાગણી
પપ્પાની લાગણી
1 min
191
પપ્પા વિષે લખવું એટલે શબ્દો ઓછા પડે
ના પપ્પા વિષે લખવું એટલે શબ્દો આછા પડે
પાપા એટલે થાકે પણ કામ તો અવિરત કરે
પપ્પા એટલે ચિંતામાં આખી રાત ના સુવે
પપ્પા એટલે અમારા માટે પાઈ પાઈ ભેગી કરે
પપ્પા એટલે અમારી ખુશીઓ ખરીદે
પપ્પા એટલે પોતાના સપનાને ત્યજે
પપ્પા એટલે અમારા ભવિષ્યના સપના ઘડે
પપ્પા એટલે અનેક વિશેષતા એકમાં જોવા મળે
પપ્પા એટલે મારા સર્જનહાર મુજને મળે
પપ્પા તમે સ્વસ્થ રહો એવી પ્રભુ ને પ્રાર્થના
