મારા અસ્તિત્વનો સર્જનહાર
મારા અસ્તિત્વનો સર્જનહાર
માં એટલે અદ્ભૂત અને અદ્વિતીય જોડાણ
માં એટલે એક સ્ત્રીને પરીપૂર્ણ કરતું પ્રમાણ,
માં એટલે મારી કાયાના બંધારણને ઘડનાર
માં એટલે મારા અણુએ અણુની તું લેણદાર,
માં એટલે મારા શબ્દકોષનો પહેલો અક્ષર
માં એટલે મારા બંધ હોઠને ખોલતો અક્ષર,
માં એટલે મને અનોખી દુનિયા બતાવનાર
માં એટલે ઘરના વાતાવરણ જીવંત કરનાર,
માં એટલે દરેક દર્દના મલમની તે જાણકાર
માં એટલે દરેક સવાલોના જવાબ જાણનાર,
માં એટલે જીવનપથની સાચી રાહ ચિંધનાર
માં એટલે એક સરળ તેમજ ગાઢ સાથીદાર,
માં એટલે પ્રેમ અને વ્હાલનો કાયમી વરસાદ
માં એટલે તું જ મારા અસ્તિત્વનો સર્જનહાર !
