મને ભીંજવતો તારો વરસાદ
મને ભીંજવતો તારો વરસાદ
વરસે વરસાદ અને આવે તું યાદ,
કેવી રીતે કરુ આ વરસાદનો આભાર !
તું નથી પણ તારા હોવાનો છે ભાસ,
ભીની માટીમાં તમારા પગલાંનો જ છે આકાર !
માટીની સુગંધથી મંત્રમુગ્ધ બની,
સૂઝબૂઝ બધી હુ ખોઈ બેઠી !
જયારે પવનમાં તમારું નામ સંભળાય છે,
અહલાદક આનંદની અનુભૂતિ થાય છે !
તારા આવવાની ખુશીમાં,
ઇન્દ્રધનુષની રંગોળી રચાય છે !
મનના મોરલા નાચી ઊઠે છે,
જયારે વહાલનો વરસાદ થાય છે !
આકાશ મદમસ્ત બની જાય છે,
જયારે એકમેકમાં ખોવાઈ જવાય છે !
મનમાં આનંદનો અતિરેક થાય છે,
જયારે તુ મને ભીંજવી જાય છે.

