મારી મહેંદીમાં તારું નામ રચાયું
મારી મહેંદીમાં તારું નામ રચાયું
તારા નામ સાથે કેવું મારું નામ જોડાયું
મારી મહેંદીમાં જો તારું નામ રચાયું,
હાથની લકીર પર તારું નામ સજાવ્યું
દિલની લકીર પર તારું નામ કંડાર્યું,
મહેંદીમાં તારા નામથી દિલ હરખાયું
આપણું એક થવાનું કારણ સમજાયું,
મહેંદી તારા નામની મૂકાઈ હું આવું
શોધજે તારું નામ કેવું સુંદર લખાવ્યું,
તારા નામ ફરતે મહેંદીનું આવરણ રચાયું
દિલથી દિલનું બંધારણ બંધાયું,
મહેંદીમાં નામ અને ગમતું મુકામ આવ્યું
મહેંદીમાં પ્રેમનો રંગ મળી મુજને શણગાર્યું.

