STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

દિલ ઝંખે છે

દિલ ઝંખે છે

1 min
264

શિલ્પીની કંડારેલી કૃતિ સમી તારી આકૃતિ ને અપલક નેત્રે

નિરખવા આ દિલ ઝંખે છે,

તારા પ્રેમને ગઝલમાં વહાવવા

આ દિલ ઝંખે છે,


તારી મધુર યાદોની સ્મૃતિનું સ્મારક બનાવવા

આ દિલ ઝંખે છે

તારા મન મંદિરમાં મૂરત બની રહેવા

આ દિલ ઝંખે છે,


સપનાઓના સહિયારા વાવેતરમાં

તારો સાથ આ દિલ ઝંખે છે,

હૃદયની વાતો ને શબ્દોમાં બયાન કરવાં

આ દિલ ઝંખે છે,


દર્દ અને વ્યથા ભરેલી આ દુનિયામાં

તારી નજરના સ્પર્શ સુખ ને પામવા આ દિલ ઝંખે છે,

પૂરા જીવનની તૃષા છીપાવવા

તારા પ્રેમનું એક બુંદ આ દિલ ઝંખે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance