આપ
આપ
આપને મળ્યા પછી નિંદર આવે છે મીઠી,
સપનામાં આવશો તો ચાલશે !
આપને સાંભળ્યા પછી ગીત ગવાય છે મીઠાં,
શબ્દોમાં સમાશો તો ચાલશે !
આપને ચાહ્યા પછી મનડું નાચે છે મીઠું
રૂદિયામાં ધબકશો તો ચાલશે !
શ્રાવણના પહેલાં વરસાદમાં,
મોર ટહુકે ના ટહુકે મીઠાં,
આપ સૂરમાં સૂર પૂરાવશો તો ચાલશે !

