કોઈ
કોઈ
રોજ સવારે
સુરજના અજવાસ જેવું દેખાય કોઈ,
અંતરમાં શ્વાસ બની ફેલાય કોઈ.
ને મધ્યાહને
જેમ સૂરજ તપે પૂરજોશમાં,
તેમ રહેતું કોઈ સાથમા,
દિન ઢળતા ચાંદ બની ઉગે કોઈ આંખમાં,
સપનાનાં તારલાઓ લાવે સંગાથમાં.
દિવસ રાત ચહેરા પર સ્મિત ને,
હોઠો પર ગીત બની પથરાય કોઈ,
જેમ ખુશ્બુ ફૂલોની વહેતી બાગમાં,
તેમ રગે રગમાં લોહી બની ફેલાય કોઈ.
શું છે ? કોણ છે ? ન ઓળખાય કોઈ,
પણ આપે આછો આછો અણસાર કોઈ,
ને દે જિંદગીને નવી રાહ કોઈ,
રોજ સવારે
સુરજના અજવાસ જેવું દેખાય કોઈ,
અંતરમાં શ્વાસ બની ફેલાય કોઈ.

