હું જીવી રહી છું
હું જીવી રહી છું
ક્ષણે ક્ષણે કંપતા હૃદય સાથે હું જીવી રહી છું,
પળે પળે સરતા આંસુ સાથે હું જીવી રહી છું,
અસહ્ય દુઃખો સહેતા પણ હું જીવી રહી છું,
એકલ પંથ કાપતા હું જીવી રહી છું,
તૂટતાં સ્વપ્નો સાથે હું જીવી રહી છું,
ભાંગતા ભ્રમો સાથે હું જીવી રહી છું,
અંતરનો જ્વાળામુખી દબાવતા હું જીવી રહી છું,
હૃદયની ઊર્મિઓને બહેલાવતા હું બેસી રહી છું,
ને તોયે મુખથી પ્રસન્નતા વેરી રહી છું,

