STORYMIRROR

Shruti Dave Thaker

Romance Fantasy

4  

Shruti Dave Thaker

Romance Fantasy

પ્રણય

પ્રણય

1 min
388

લાગે છે ચહેરો પણ અજાણ્યો દર્પણમાં,

થાય છે ક્યારેક આવું પણ પ્રણયમાં,


મળતી નથી ભાળ એની શેરી કે રસ્તામાં,

એ તો વસે છે હવે કોઈના નયનોમાં,


લાગે છે હવે ફરી રહ્યા છે સંજોગો,

કિનારા પણ લાગી રહ્યા છે ભળતા સમંદરમાં,


લાગે છે આ વસંત ભૂલી પડી છે,

ફૂલો પણ લાગ્યા ખીલવા પાનખરમાં,


લાગે છે તારલાઓ આજ ઝૂમતા તાનમાં,

જાણે જોઈ રહ્યા હોય કોઈની જાનમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance