STORYMIRROR

Shruti Dave Thaker

Romance Tragedy

4  

Shruti Dave Thaker

Romance Tragedy

ઝાંઝવાનાં નીર

ઝાંઝવાનાં નીર

1 min
226

ઝાંઝવાનાં નીરથી ભીંજાતા માનવી,

વરસાદથી રહી જાય કોરાં કટ,


અહીં તો બધે છે કાગળના ફૂલો,

ને સુવાસથી છે સૌ પર,


રમતાં રમતાં અહીં નથ નથી ખોવાતી,

અહીં તો રાધા છે વ્રજથી પર,


અંતરના અજવાળા તો દૂર થઈ ગયા,

અહીં તો અંધાર પણ છે કોરોકટ,


માનવીનાં મૂલ તો મૂલવીએ શી રીતે ?

અહીં તો માનવ છે માનવતાથી પર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance