Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shruti Dave Thaker

Romance Inspirational

4.5  

Shruti Dave Thaker

Romance Inspirational

આ સંબંધ શું કહેવાય છે ?

આ સંબંધ શું કહેવાય છે ?

1 min
652


બંધ આંખોના મીઠા મીઠા શમણાંથી, 

રાતભરની ચિંતા ના ઉજાગરા,


મારા તો બસ એક તમેથી, 

તમારા બધાં જ મારા સુધી.

આ સંબંધ શું કહેવાય છે ?


મારી હર એક ખુશી તમેથી,

તારા હર એક સંઘર્ષો મારા.

મારા એક એક શબ્દોનો શ્વાસ તુંથી લઈને, 

તારી રોજની સલાહોની ભરમાર સુધી. 

આ સંબંધ શું કહેવાય છે ?


મારા દિલના આકાશે ઊડવાના ખ્યાલોથી,

તારી નાની નાની જરૂરતો ના ખ્યાલો.

મારો કયો રંગ તને ગમશેથી લઈને, 

તારા હર એક રંગો મારા સુધી,

આ સંબંધ શું કહેવાય છે ? 


મારી રોજનીશીમાં તારા ઉલ્લેખથી, 

તારી દિનચર્યાનો ખ્યાલ સુધી. 

હવામાં ઉડતી રેશમી ઝુલ્ફોથી લઈને, 

પરિપક્વતાના એ શ્વેત રંગ સુધી, 

ને હંમેશ સાથે છીએ હું ને તુંથી લઈને, 

જર્જરિત યાદોનાં અવશેષો સુધી, 

આ સંબંધ શું કહેવાય છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance