STORYMIRROR

Shruti Dave Thaker

Romance Tragedy

4  

Shruti Dave Thaker

Romance Tragedy

તારી પ્રીત

તારી પ્રીત

1 min
249

ન આવડયા રીતરિવાજો ના પાઠ,

ના લીધી વહેવારોની શીખ,

લીધા ના ક્યારેય કોઈ મેડલ,

એને તો પામવી હતી તારી પ્રીત.


વ્યર્થ વ્યથાનો શોર લઈ આંખમાં

ને હોઠો પર લઈ વહાલની ચુપ્પી,

ખોવાયો ના મળ્યો એ માણસ,

જેના શ્વાસ હતા તારી પ્રીત.


આકાશે ઉડવાના શમણાઓ ઠારી,

ને દુનિયાને જોવાની એશણાઓ મારી,

ન જોયા ક્યારેય કોઈ દેશ,

એને મન તું જ હતો હરવેશ.


તૂટેલા સપનાના ટુકડા લઈ હાથમાં

ને અંતરમાં લઈ સ્નેહભર્યું સ્મિત

ખોવાયો ન મળ્યો એ માણસ

જેના ધબકાર હતા તારી પ્રીત


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance