STORYMIRROR

Shruti Dave Thaker

Drama Others

4  

Shruti Dave Thaker

Drama Others

સ્વપ્ન ઝરૂખો

સ્વપ્ન ઝરૂખો

1 min
415

સ્વપ્ન મહેલનાં ઝરૂખે આવીને ઊભી,

હું સ્મરણ સરિતાના દ્વારે આવીને ઊભી,

સંબંધોની રેલમાં ને આટાપાટાના ખેલમાં,

નિરાશાના તાપમાં ને આશાના સંચારમાં,


ઈચ્છાઆે ને અભરખાંની હોડમાં, 

એકાંત, અફસોસ કે પછી ભ્રમણાં એ માપવા, 

સ્વપ્ન મહેલનાં ઝરૂખે આવીને ઊભી,

હું સ્મરણ સરિતાના દ્વારે આવીને ઊભી,


ઉછીની ઊંઘ ને સહેલા ઉજાગરા,

વર્ષોની તલપ કે પછી મૃગજળનાં ઝાંઝવા,

 શું પામ્યું ,શું ગુમાવ્યું ના હિસાબો માપવા,

સ્વપ્ન મહેલનાં ઝરૂખે આવી ને ઊભી,


હું સ્મરણ સરિતાના દ્વારે આવીને ઊભી,

લાગણીની સરવાણી ને પ્રેમ ના નગરમાં,

અરમાનો,આશા ને ઠાલાં અભરખા,

હકીકતના પથ્થરોને કંકણો આંખમાં,


ઉપેક્ષા, અભિનય કે ઉર્મીઓને માપવા,

સ્વપ્ન મહેલનાં ઝરૂખે આવી ને ઊભી,

હું સ્મરણ સરિતાના દ્વારે આવીને ઊભી,

સ્વપ્નશોરથી પર ને લાગણીના મહેરામણમાં,


પગલાંની છાપ કે શોધનાં સરનામાં,

શું જીત્યા ને શું હાર્યા એ માપવા,

સ્વપ્ન મહેલના ઝરૂખે આવી ને ઊભી,

હું સ્મરણ સરિતાના દ્વારે આવીને ઊભી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama