Shruti Dave Thaker

Tragedy

4.5  

Shruti Dave Thaker

Tragedy

પ્રતિક્ષા

પ્રતિક્ષા

1 min
259


નયનોના સપનાનાં વન ના મળે,

કે પડછાયાના રણમાં પ્રાણ ના મળે.


અંતરના તારમાં ધબકાર ના મળે,

કે કાચના પૂતમાં શ્વાસ ના મળે.


મીઠાં મીઠાં એ ફરી બોલ ના મળે,

ભીતર ને ભીંજવે એ પ્રીત ના મળે.


આંખોમાં અવર્ણનીય પ્રતિક્ષાનો થાક, 

ને ખુદને શોધવાના પ્રયાસમાં,


ક્યારેક એવું પણ થાય ઓ મરજીવા !

મોતી મળે, છીપ મળે પણ સાહિલ ના મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy