પાસે આવીને બેસ, એક વાત કહેવી છે
પાસે આવીને બેસ, એક વાત કહેવી છે


અહીં આવ ને એક વાત કહેવી છે મારે,
પાસે આવીને બેસ જરાં, નિરાંતનો શ્વાસ લે જરાં,
જાણું છું કામ એ ઘેરી છે તને
પણ અહીં આવીને બેસ એક વાત કહેવી છે મારે,
તારાં હાથની સુવાસ લેવી છે મારે,
તારાં આંખોની નમણાશ જોવી છે મારે,
તારાં સ્મિતનું અવકાશ જોવું છે મારે,
તારાં સાથનો અહેસાસ કરવો છે મારે,
અહીં આવ ને એક વાત કહેવી છે મારે,
જુની વાતો ને
વાગોળવી છે મારે,
તેં આપેલાં બલિદાનો નેં સલામ કરવી છે મારે,
તારી અધૂરી રહીં ગયેલી ઈચ્છાઓનો શોક કરવો છે મારે,
તેં કરેલાં સઘળાં સંઘર્ષો માટે દાદ દેવી છે મારે,
તારી નિષ્ઠા અને નૈતિકતા માટે આભાર માનવો છે મારે,
અહીં આવ ને એક વાત કહેવી છે મારે,
તુંજ મારાં જીવનનો પ્રકાશ અને તુંજ મારી રાતની ચાંદની છે,
તારા થકીજ જીવનના રંગો છે અને તારી સાથે દરરોજ દિવાળી છે.