મુક્તિ
મુક્તિ


કડકડતી ભૂખ પછીનો પહેલો કોળીયો,
અતિશય તરસ પછીનો પહેલો ઘૂંટડો,
બળબળતા તડકા પછી મળતો એ મીઠો છાંયડો,
લાંબા ઉજાગરા પછી મળતી એ શાંતિની નિંદર,
કમરતોડ મેહનત પછી મળતો એ પહેલો પગાર,
લાંબા વિરહ પછી થતું એ પ્રેમ-મિલન,
અનહદ પ્રયાસો પછી થતા એ પ્રેમ-લગ્ન,
મહિનાઓની ધીરજ પછી,
હાથમાં આવતું એ નવજાત શિશુ,
બધીજ જવાબદારીઓ પૂર્ણ કર્યા પછી,
લેવાતો એ ઊંડો શ્વાસ,
નિવૃત થયાં પછી સમયના મલિક બનવાનો,
એ આહલાદક અનુભવ.
જીવન ને જોયું, જાણ્યું અને માળ્યું,
એનો થતો અનેરો આનંદ,
સંપૂર્ણ જીવ્યા પછી મૃત્યુને અપાતો,
એ સાક્ષીભાવ આવકાર,
સંતોષના છે આ બધાંજ પ્રકાર,
જીવનનો આજ છે સાર,
આ જીવન થકી જ છે,
મુક્તિનો "એ" પાવન માર્ગ