એકલા જ આવ્યાં, એકલા જવાનું
એકલા જ આવ્યાં, એકલા જવાનું


સ્વચ્છતાનું મહત્વ શીખવી દીધું,
હેલો હાઈ ત્યજીને નમસ્તે કરતાં શીખવી દીધું,
વારંવાર હાથ ધોતાં શીખવી દીધું,
આ કોરોના ના ઉધમ એ માણસને,
પોતાનું ધ્યાન રાખતાં શીખવી દીધું.
પાન માવાના ગલ્લાં છોડી પરિવાર સાથે,
સમય ગાળતા શીખવી દીધું
જાત મહેનતથી ઘરમાં જ,
ફાફડા ગાંઠીયા પાડતા શીખવી દીધું.
પેટ્રોલ,ગાડી, પોપકોનૅ અને સિનેમાગૃહો વગર પણ,
મજાથી સમય વિતાવતા શીખવી દીધુંm
આ કોરોના એ મહામારીના આ તણાવમાં પણ,
સૌને મસ્ત આનંદમાં રહેતાં શીખવી દીધું.
સોના ચાંદીના ઘરેણાં છોડી,
માસ્ક પહેરતાં શીખવી દીધું
લઘુત્તમ વસ્તુઓ વડે,
સાદગીથી રહેતાં શીખવી દીધું.
ઘરનેજ મંદિર અને ઘરનેજ ચિકિત્સાઘરમાં,
ફેરવતાં શીખવી દીધું
ઘરમાં જ સ્વૈછિક,
બહિષ્કૃત થતાં શીખવી દીધું.
આપ્તજનોની હાજરી છતાં,
એકલ પંડે ઝઝૂમતા શીખવી દીધું
એકલા જ આવ્યા છીએ અને એકલા જ જવાનું છે,
આ સનાતન સત્યને આ કરોના એ,
જીરવતા શીખવી દીધું...!