જે શરૂ થયું છે એ સમાપ્ત થશે
જે શરૂ થયું છે એ સમાપ્ત થશે


જે શરૂ થયું છે એ જરૂર સમાપ્ત થશે
આ જીવન પણ અણધારી રીતે અસ્ત થશે,
આજે જે નથી એનો રંજ ન કર
કાલે એનું પણ મહત્વ ઘટી જશે,
વાતો યાદો બનશે, ચિંતાઓ વ્યર્થ નીવડશે
ભેગું કરેલું બધું અહીં જ વહેંચાઈ જશે,
તારા-મારાનું મહત્વ પૂર્ણ થશે
એના દરબારમાં ફરી મૂલ્યાંકન થશે,
અભિમાન તૂટશે અને સંપત્તિ છૂટશે
કરેલા બધાં જ કર્મોનો હિસાબ થશે,
ચહેરો કરમાઈ જશે અને હોદ્દો હારી જશે
અંતે આ શરીર બળીને રાખ જ થશે,
જે શરૂ થયું છે એ જરૂર સમાપ્ત થશે.