ખેલાડી
ખેલાડી

1 min

84
જીવનની આ રમતમાં આપણે બધા જ છીએ ખેલાડી
કોઈએ સિક્સ મારી તો કોઈએ ફોર ફટકારી,
કોઈ થયું બોલ્ડ તો કોઈની બેટિંગ જ ન આવી,
ના કર્યા જો રન તો નોંધ જરૂર લેવાઈ,
પર્ફોર્મન્સ પ્રેશરની ચર્ચાઓ પણ સંભળાય,
બ્રેક કર્યા રેકોર્ડ તો તાળીઓની ગડગડાટ થઈ,
ના મળ્યો જો કપ તો ગાળો પણ ગુંજાઈ,
જીવનની આ રમતમાં આપણે બધા જ છીએ ખેલાડી,
જીત આપણી સહુની સહિયારી પણ હાર થાય ત્યારે હાર્યો છે માત્ર 'ખેલાડી'