અવરોધો નહીં અવસર જોઈએ
અવરોધો નહીં અવસર જોઈએ


અવરોધો નહીં આપણે અવસર જોઈએ
શંકાઓ નહીં આપણે શ્રદ્ધા રાખીએ
ખામીઓ નહીં આપણે આવડત પારખીએ,
આળસુ નહીં આપણે સાહસી બનીએ
વેર નહીં આપણે પ્રેમ આપીએ,
ખોટું નહીં આપણે સાચું કરીએ
કાંટાઓ નહીં આપણે ફૂલો પાથરીએ,
અપમાન નહીં આપણે માન આપીએ
બીજાને નહીં આપણે સ્વયંને ઓળખીએ,
અઘરા નહીં આપણે સરળ બનીએ
મૃત્યુ પહેલા આપણે સરસ જીવન જીવીએ.