વિકસિત જીવનશૈલી
વિકસિત જીવનશૈલી


પ્રકૃતિનો પ્રકાશ અને આધુનિક વિકાસ, ઝગમગતું લાગે સઘળું આકાશ,
વિશ્વ છે આ વિશાળ પણ ઘેરી લે છે ક્યારેક અંદરનો અંધકાર,
ઘેરાયેલા બેઠા છીએ સમુદ્રથી પણ, મીઠા પાણીનો નથી કોઈ અવકાશ,
માણસોની ભીડમાં અટવાયા કરીએ છીએ પણ,
ક્યારેક લાગે છે એકલતાનો ભાર...
મોટા શહેરો, ઊંચી ઈમારતો, અને બધી જ સગવડો વચ્ચે પણ,
મારું નાનું ગામ આજે પણ લાગે છે મને વ્હાલનું ધામ...
વિકસિત જીવનશૈલી લાગે દૂરથી સુંદર અને રળિયામણી,
પણ મૈત્રી અને કુટુંબની લાગણીની નથી કોઈ સરખામણી,
ગામ, શહેર, કે હોય કોઈ વિકસિત દેશ...
સાચું જીવન તો ત્યાં જ છે જ્યાં છે સાચા મિત્રો,સ્નેહ, અને મનનો મેળ...