સંસારવૃક્ષનું મૂળ
સંસારવૃક્ષનું મૂળ

1 min

59
ક્ષણે ક્ષણે મને તું જ સાંભરે,
મારા દરેક ભય ને બસ તું જ હણે,
તારા સમીપ જ હું છું સુરક્ષિત,
મારા અંતરમાં તું જ ઝળહળે,
ક્યાંક અટવાવ, ક્યાંક પછડાવ, ક્યાંક મૂંઝાવ,
તું જ છે જે મને સાંભળે અને સંભાળે,
મન મારું તોફાની બધે જ ભમે,
તું જ એને સાચવે અને સાચો માર્ગ જણાવે,
તારો નથી કોઈ અવાજ ને નથી કોઈ રૂપ,
પણ તું જ છે સર્વત્ર અને તું જ છે આ સંસારવૃક્ષનું મૂળ..