STORYMIRROR

Bindya Jani

Romance

3  

Bindya Jani

Romance

ખબર શું

ખબર શું

1 min
53

તમે સફરમાં, મળ્યા ખબર શું ? 

નથી તમારી, મને અસર શું ? 


નયન મળ્યા છે, હવે પ્રણયમાં 

સનમ બનીને, કરું સબર શું ? 


તમે રહો છો, હૃદય કમળમાં 

પછી તમારી, કરું ફિકર શું ? 


અગર પ્રણય જો, હશે હૃદયનો

મળી જશે તો, મને ડગર શું ? 


ઘણું સહીશું, અમે વિરહમાં 

થઈ જશું તો, અમે અમર શું ? 


Rate this content
Log in

Similar gujarati poem from Romance