ઘણો ફેર છે બંનેમાં
ઘણો ફેર છે બંનેમાં


કરવું નજર અંદાજ કે ભૂલી જવું ? ઘણો ફેર છે બંનેમાં !
લહેર યાદની કે વ્યથા વિરહની, આખરે તો વધે નેહ બંનેમાં.
પ્રતિક્ષા આંખ મહી કે ઉચાટ હૃદયે ? ઘણો ફેર છે બંનેમાં !
મિલન મેઘ-ધરાનું કે ચમકાર વીજનો, રોમરોમ પમરાટ બંનેમાં.
અમથો આભાસ છે કે અહેસાસ એનો, ઘણો ફેર છે બંનેમાં !
શ્વાસ અટકે કે દિલ ચૂકે ધડકવું, નુકશાન 'શૈલ' નું બંનેમાં.
ઇનકાર એ જ ઇકરાર એવું છો રહ્યું, ઘણો ફેર છે બંનેમાં !
કરવું નજર અંદાજ કે ભૂલી જવું ? ઘણો ફેર છે બંનેમાં !