આવે તારી યાદ
આવે તારી યાદ
પાંપણનાં પલકારે
આવે તારી યાદ,
ઝાંઝરનાં ઝણકારે
આવે તારી યાદ,
સવારે ઊઠતાં સૌથી પહેલાં
આવે તારી યાદ,
વરસાદની સાંજમાં
આવે તારી યાદ,
શિયાળાની સવારમાં
આવે તારી યાદ,
રાતે સપનામાં
આવે તારી યાદ,
કવિતાઓ લખતા મને
આવે તારી યાદ.

