અઢી અક્ષર પ્રેમના
અઢી અક્ષર પ્રેમના
તે આવી ને જાય છે,
મને પ્રેમનો પડઘો સંભળાય છે.
પ્રેમમાં લોકોને ઊંઘ નથી આવતી
પણ મને સપના જોવાની ઈચ્છા થાય છે,
લોકો કહે છે પ્રેમ અપરાધ છે
પણ મને અપરાધ કરવાની ઈચ્છા થાય છે... તે આવી ને..
એમ તો અઢી અક્ષર છે પ્રેમના
પણ અઢી અક્ષરમાં ડૂબવાની ઈચ્છા થાય છે,
પ્રેમ બની શકે છે દોસ્તી
પણ એ દોસ્તી અધૂરી રહી જાય છે...તે આવી ને...
p>
પ્રેમનું પ્રથમ પગથિયું છે વિશ્વાસ પણ
અંતિમ પગથિયાં માટે તેને પાર કરવું જરુરી બની જાય છે,
સચ્ચાઈ કરે જો વિશ્વાસની દોસ્તી
તો પ્રેમ અમર બની જાય છે....તે આવી ને.
પ્રેમની ગલીમાં લાગતી ઠોકર
જિંદગીભરની યાદ બની જાય છે,
પ્રેમને પામવા ફરીથી એકવાર
મનુષ્ય બનવાની ઈચ્છા થાય છે.
તે આવી ને જાય છે,
મને પ્રેમનો પડઘો સંભળાય છે.