જિંદગી
જિંદગી
1 min
1.1K
જીવવી છે જિંદગી મારે એવી,
જાણે કંપાસબાૅકસ જેવી,
લખવું હતું બાળપણ મારે પેનથી,
પકડાવી દીધી પેન્સિલ જોરથી,
ભુંસાયુ બાળપણ રબ્બર કે આસુંથી,
યાદ નથી મને,
કેમ કે લખ્યું હતું બાળપણ મે પેન્સિલથી !
લખવી ન હતી યુવાની ઉતાવળે પેનથી,
પણ લખાવી લોકોએ ફરજથી,
ભૂંસવી હતી ભૂલો રબ્બરથી,
ના ભૂંસાય શાહી જીદ્દથી.
સ્માર્ટ બનવા શાપૅ કરી જીંદ્દગી શાપૅનરથી,
પણ તેણે તો યાદ અપાવી બાળપણની,
દોરવી હતી જિંદગી માપપટ્ટીથી સીધી,
પણ અધ્ધવચ્ચે તુટી તે અભિમાનથી,
હવે તો જીવવી છે જિંદગી કંપાસબાૅકસ બહારની,
પણ ખુલ્યો ન કંપાસબાૅકસ તાકાતથી,
કોશિશ કરી જો ખોલવાની પ્રેમથી,
ખુલ્યો ખરો,
પણ શરૂ થઈ જિંદગી નવા કંપાસબાૅકસની
જીવવી છે જિંદગી મારે એવી
જાણે કંપાસબાૅકસ જેવી.