STORYMIRROR

siddhi mistry

Romance

3  

siddhi mistry

Romance

મને ગમે છે

મને ગમે છે

1 min
99

મારી નાની નાની વાતો તું યાદ રાખે છે એ

મને ગમે છે...

તું શોર્ટસના જમાનામાં પણ દુપટ્ટો સંભાળે છે એ

મને ગમે છે...

તારી પસંદ હજી ચ્હામાંથી કોફી નથી થઈ એ

મને ગમે છે...

તું હજી પણ બીજા કરતાં પોતાને સાંભળે છે એ

મને ગમે છે...

તું આ લવની દુનિયા કરતાં દોસ્તીમાં વિશ્વાસ રાખે છે એ મને ગમે છે...

તું તારા લીધે બીજાને કશું ના થાય એનું ધ્યાન રાખે છે એ

મને ગમે છે...

તું હંમેશાં બધાંના ચહેરા પર હસી લાવવાનો પ્રયત્ન કરે છે એ મને ગમે છે...

તું તારી જાતને સ્વીકારે છે અને જેવી છે એવી જ અરીસામાં જોવે છે એ

મને ગમે છે...

તું બીજા માટે નહીં પણ તારા માટે જીવે છે એ

મને ગમે છે...

તને લોકો શું કહેશે અને લોકો શું વિચારે છે એનાથી કંઈ પણ ફરક નથી પડતો જયાં સુધી તું સાચી હોય છે ત્યાં સુધી એ

મને ગમે છે...

તને જયારે કોઈ અમુક નામથી બોલાવે છે એ સમયે તારી હસી મસ્ત હોય છે એ

મને ગમે છે...

તારી વાતો, તારી દોસ્તી, તારી મસ્તી એ

મને ગમે છે...

એટલે તું મને ગમે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance