તું જ્યારે કંઈ બોલે છે
તું જ્યારે કંઈ બોલે છે
તું જ્યારે કંઈ બોલે છે ત્યારે ખાલી,
તને જ સાંભળવાનું મન થાય છે.
તું જ્યારે ચૂપ થઈને બેસે છે ત્યારે એવું લાગે છે,
હવે કઈ નવું વાવાઝોડું આવવાનું છે.
જ્યારે જ્યારે હવામાં તારા વાળ ઉડતા હોય છે ને,
ત્યારે નક્કી એકાદ બે છોકરીનું દિલ તો,
આવી જ જતું હસે તારી પર.
તું આમ તો આખો દિવસ મને ચશ્મિશ કહે છે પણ
જ્યારે જ્યારે તું તારા પેલા ગોગલ્સ પહેરીને નીકળે છે
ત્યારે તું હીરોથી ઓછો નથી લાગતો.
તારી આંખમાં જ્યારે કઈ પડ્યું હોય અને તું
રૂમાલથી એને સાફ કરતો હોય ત્યારે,
જે આંખ માં થોડું પાણી આવી જાય છે ત્યારે
તું બોવ જ મસ્ત લાગે છે.
આમ તો તું દરરોજ મસ્ત જ લાગે છે પણ
જ્યારે જ્યારે બ્લેક શર્ટ અને
સ્કાય બ્લ્યુ જીન્સમાં આવે છે,
ત્યારે તને ગળે લગાવી દેવાનું મન થાય છે.
આમ તો ક્યારે પણ આપડે ઝગડતા નથી પણ
અમુક વાર તું મને મસ્કા બટર પોલિશ કરતો હોયને,
ત્યારે એકદમ માસૂમ લાગે છે.
મારા ફોનમાં મારા કરતાં વધારે તારા ફોટા સેવ છે,
અને જ્યારે પણ એ ફોલ્ડર ઓપન થાય છે ત્યારે
એક એક ફોટા પાછળની સ્ટોરી યાદ આવી જાય છે.
તારું જમણા હાથમાં પહેરેલું કડું
જયારે હોયને ત્યારે મને વાગતું રહે છે
ત્યારે તો એમ થાય કે હમણાં કાઢીને ફેકી દઉ
પણ એના વગર તારો હાથ સારો નથી લાગતો.
જ્યારે જ્યારે બોવ દિવસ સુધી વાત ના થાય અને
હું પૂછુંને જીવું છું કે મરી ગયો,
ત્યારે તું તારી સ્માર્ટ વોચમાં દિલની ધડકનોનો
ફોટો મોકલે છે ત્યારે એવું લાગે છે
કાશ હું પણ તારા આ ધડકનોની જેમ,
તારી સાથે રેહતી હોત.
ફોન પર ટોપિક વગર પણ કલાકો સુધી આપણી વાતો,
જ્યારે બોવ જ ટેન્શનમાં હોવ ને ત્યારે,
એજ વાતો મને હસાવી દે છે.
જ્યારે કઈ ખોટું કરવાનો વિચાર આવે ત્યારે,
મમ્મી પપ્પા પછી તારો જ ચહેરો સામે આવે છે,
જે મને કહે છે આ ના કરીશ પ્લીઝ !
તારું પ્લીઝ બ્રેડ પર લગાવેલા બટર કરતા પણ
એ ટાઈમ પર સોફ્ટ લાગે છે.
કોઈ પણ વાતમા,
હું ગમે તેવા મૂડમાં હોવ ત્યારે ,
તું મને હસાવી દે છે.
ગમે તેવી પ્રોબ્લેમ હોય ને,
ત્યારે તું ખાલી ચિંતા ના કર કઈ નહિ થાય
આ જે બોલે છે ને ત્યારે એવું લાગે છે,
તું મારાથી લાખો કિલોમીટર દૂર નહિ પણ
અહી મારી સામે ઉભો રહીને બોલે છે.
કાર્ટૂનમાં નોબિતા પાસે ડોરેમોન છે,
એમ મારી પાસે પણ તું છે,
આઈસ્ક્રીમ સાથે ના ખાવા ટાઈમની તારી મસ્તી,
જ્યારે પણ આઈસ્ક્રીમ ખાવ ત્યારે,
પેલા તારી યાદ અપાવી જાય છે.
બધા લોકો ભલે એમ કહેતા હોય,
તું આવો છે કે બ્લા બ્લા બ્લા,
પણ એ લોકોને શાયદ ખબર નઈ હોય ને,
મૂવી નો હીરો તો બધા બનવાની ટ્રાય કરે ,
પણ તું તો મારી દરેક નોવેલ નો હીરો છે.
અને હું ટ્રાય કરતી રહીશ કે ,
તું ભલે બીજા કોઈ ની રીયલ લાઈફ નો હીરો હોય,
પણ મારી બધી નોવેલનો હીરો તો તુ જ બનશે.

